નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ યુવાન અને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાના પ્રયાસ કર્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામે માતા પિતા એક કપડાં ખરીદી બાબતે પુત્રને ઠપકો આપતા પુત્ર એ ઝેરી દવા ગટગટાવી

ડેડીયાપાડા તાલુકાના ઘોડી ગામે અગમ્ય કારણોસર પરીણિતાએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી

નર્મદા જિલ્લામાં આત્મહત્યા ના બનાવો માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ગતરોજ તારીખ છઠ્ઠી ના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામે માતા પિતાએ પોતાના પુત્રને કપડાની ખરીદી અંગે ઠપકો આપતા અને ડેડીયાપાડા તાલુકાના ઘોડી ગામે પરિણીતા એ આગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામ ખાતે રહેતા ભોગ બનનાર આશિષ અમરતભાઈ તડવી ઉંમર વર્ષ 18 ના ઓને કપડાની ખરીદી કરવાની હોય તેને તેના માતા પિતાએ પોતાના ઘરમાં જ ઠપકો આપ્યો હતો, પોતાના માતા પિતાએ ઠપકો આપતા આ બાબત આ યુવાનને પોતાના મન ઉપર લાગી આવતા અને કપડાની ખરીદી અંગે માતા પિતાએ ટોકતા પુત્ર એ ઝેરી જંતુનાશક દવા ગટગટાવી હતી. ઝેરી જંતુનાશક દવા ગટગટાવતા બેભાન અવસ્થામાં આવી ગયેલા પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફતે ગરૂડેશ્વર દવાખાનામાં લઈ જવામા આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને રાજપીપળા સરકારી દવાખાનામાં ખસેડાયો હતો.

આત્મહત્યા નો પ્રયાસ કરવાના બીજા એક મામલામાં ડેડીયાપાડા તાલુકાના ઘોડી ગામ ખાતે રહેતા મનિષાબેન નરોત્તમભાઈ વસાવા નામની પરિણીતા એ અગમ્ય કારણોસર પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા હોય એ દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બંને મામલામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here