નર્મદા જિલ્લાનાં HIV પીડિતોને માર્ગદર્શન માટે હેલ્પ લાઇન મોબાઈલ નંબર પર સંપર્ક કરવો : નામ ગુપ્ત રખાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા માં HIV પીડિતો ની સંખ્યા 350 થી વધુ

નોકરી કે ઘરમાં એચઆઇવી પીડિતો સાથે થતા ભેદભાવ કે સરકારી સહાય સહિતની મુંજવણ નાં ઉકેલ માટે જરુરી માગૅદશૅન અપાસે

સમગ્ર નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતો ની સંખ્યા ૩૫૦ થી વધુ છે,જોકે એચઆઇવી પીડિતો માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલ માં છે અને દરેક જિલ્લામાં અમુક સંસ્થાઓ દ્વારા કામગીરી પણ ચાલુ છે છતાં નર્મદા જિલ્લામાં મોબાઈલ નંબર દ્વારા માહિતી મેળવી શકાશે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખેત મજૂરી કરી કે અન્ય મજૂરી કામ કરી પેટિયું રડતા પરિવારોની સંખ્યા વધુ છે ત્યારે આવા પરિવાર માં જો કોઈ એચઆઇવી પીડિત હોય તો ગ્રામ્ય વિસ્તાર અને ઓછું ભણતર હોવાનાં કારણે ક્યારેક આ બાબતે વધુ જાણકારી નહિ હોવાથી અને શહેરની મોટી હોસ્પીટલ કે સરકારી કચેરીઓ માં જવું પણ આવા લોકો માટે તકલીફ વાળુ હોવાથી HIV ને લગતી કોઈપણ જાણકારી કે સરકારી સહાય અથવા નોકરી કે અન્ય કામમાં HIV નાં કારણે થતો ભેદભાવ જેવી સંપૂર્ણ બાબતો માટે આમ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં એઆરટી સેન્ટર અને વાત્સ્યાન કેન્દ્ર કાર્યરત છે છતાં પણ ટેલીફોનીક જાણકારી અને અન્ય બાબતો માટે આપ સપર્ક કરી શકો છો આ મોબાઈલ નંબર પર આપને એટલેકે એચઆઇવી પીડિત કે તેમના પરિવારજનો ને નિશુલ્ક માહિતી આપવામાં આવશે.અને ફોન કરનાર કે પીડિત નું નામ ગુપ્ત રાખવામાં આવશે.

આપની HIV ને લગતી કોઈપણ સમસ્યા હોય તો મોબાઈલ નંબર : 9726577953 પર કોલ કરી આપ માહિતી મેળવી શકો છો, જેમાં નામ ગુપ્ત રખાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here