નર્મદા : કોરોના પોઝિટિવ આશા વર્કર માયાબેન સોલંકીને રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાંથી રજા મળતા ભવ્ય સ્વાગત કરાયું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના આરબટેકરા સોલંકી વાસ ખાતે ફળીયાના લોકો ભવ્ય સ્વાગત કરતા માયાબેન ભાવવિભોર બન્યા

નગરપાલિકા સદસ્ય કમલ ચૌહાણ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

રાજપીપળા આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકેની ફરજ બજાવતા માયાબેન સોલંકીનો તા 4 થી જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજપીપળા ખાતેના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં, દશ દિવસની સારવાર બાદ તેઓને દવાખાનામાંથી રજા અપાઈ હતી.

આશા વર્કર તરીકેની ફરજ બજાવતા માયા બેન સોલંકી પોતાના નિવાસ સ્થાને આરબટેકરા સોલંકી વાસ ખાતે ફળીયામાં પહોચતા સમાજના લોકો એ તેઓનું ભવ્ય સ્વાગત કરતા માયાબેન ભાવવિભોર બન્યા હતાં. દશ-દશ દિવસ સુધી પોતાના સમાજના મહિલા હોસ્પિટલમાં સારવાર માટે રખાતા સોલંકીવાસમા ભારે તનાવની પરિસ્થિતિ છવાઈ હતી.
દવાખાનામાંથી સાજા થઈ ફળીયામાં માયાબેન સોલંકી પરત ફરતાં લોકોમા આનંદ છવાયો હતો. રાજપીપળા નગર પાલિકાના સદસય કમલ ચૌહાણ સહિત સમાજના અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કરતા માયાબેન ભાવવિભોર બન્યા હતાં, અને તમામને સરકારના દિશા નિર્દેશનુ પાલન કરી કોરોનાથી સુરક્ષિત રહેવાની શીખ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here