ધોરાજીના પ્રાચીન ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ખાતે ચૈત્ર નવરાત્રી હનુમાન જયંતિ 15 દિવસની મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શ્રી ચૈતન્ય હનુમાનજી પંચ દશનામ આહવાન અખાડા ના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન યોજાયો હતો

જૂનાગઢના શાંતેશ્વર મહાદેવ ગુરુકૃપા સન્યાસ આશ્રમ ભવનાથ ખાતે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અખંડ રામાયણના પાઠ નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો

જેની પુર્ણાહુતિ ધોરાજી ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ખાતે ત્રિ દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં અખંડ 24 કલાક હનુમાન ચાલીસા ના પાઠ તેમજ હનુમંત મહાયજ્ઞ સાથે પૂર્ણહૂતિ થઈ હતી

આ પ્રસંગે વિવિધ ધર્મના સાધુઓના અખાડા ના સાધુ સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતો

શ્રી ચૈતન્ય હનુમાનજી પંચ દશનામ અખાડા ખાતે છેલ્લા 38 વર્ષથી હનુમાન જયંતી મહોત્સવ તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે

શ્રી દિવેમ્બર મહંત શ્રી લાલુગીરીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં 15 દિવસ ઉગ્ર તપસ્યા મેં અનુષ્ઠાન પુર્ણાહુતિ વૈદિક મંત્રો ચાર સાથે યોજાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here