દશેરાના દિવસે રાત્રે નગરપાલીકા ખાતે સફાઈ મુદ્દે હોબાળો મચાવ્યો… પાલિકાની હાય હાય બોલાવી

કાકોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 7 માં રહેતા નાગરવાડા હનુમાન ફળિયા મંદિર ફળિયા ના વિસ્તારના રહીશો દ્વારા તેઓના વૉર્ડ માં છેલ્લા ત્રણ મહિનાથી પાલિકા દ્વારા કોઇ સાફ સફાઈ કરવામા આવતી ન હોવાનો આક્ષેપ કરી બાળકો મહિલાઓ સહીત રહીશો એકત્ર થયા હતા અને થાળી વેલણ લઈ રેલી સ્વરૂપે નિકળી પાલિકાના પટાંગણ માં એકઠા થઈ પાલિકાના હોદેદારો ની હાય હાય બોલાવી હતી અને તેઓના વિસ્તારમાં સાફ સફાઈ નિયમિત થાય તેવી માંગ કરી હતી મહિલાઓ એ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને આગામી ચૂંટણીમાં મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલિકા પ્રમુખનો સંપર્ક કરેલ પરંતુ તેઓ દશેરા નાં કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી આવી શક્યા નહોતા. વેરો ભરતા હોવા છતાં પણ તેઓના વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પણ કોઇ સફાઈ થતી નહિ હોવાના આક્ષેપ કરેલ. પાલિકા પ્રમુખ નો સંપર્ક કરતા તેઓએ તમામ આક્ષેપો ખોટા હોવાનુ જણાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here