ડેરોલ સ્ટેશન ખાતે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધની માંગના બીજાં દીવસે ટર્બો ફસાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ડેરોલ સ્ટેશન ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવર કરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદાર વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રિજની કામગીરી હાલ શરુ થઈ ગઈ છે ત્યારે ભારે વાહનો ની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવા ની માંગ હાલમા કરવા મા આવી છે તેના બીજા જ દિવસે એક ભારદારી ટર્બો આ માર્ગે ફસાઈ જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here