જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં પ્રોફેસર અને કલાકાર જોડાયાં

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ ગોધરા લાગબાગ ટેકરી રામજી મંદિરના પરિસરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.
આ બેઠકમાં તમામ જિલ્લાઓના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા સમિતિના હોદ્દેદારોની નિયુક્તિ જાહેર કરવામાં આવી હતી.
આ બેઠકમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ જગતનાં શ્રેષ્ઠ વ્યક્તિ અને બારીઆ કૉલેજના સંસ્કૃત વિષયના પ્રોફેસર જગદીશભાઈ માછી તથા એન્જિનિયરીગ કૉલેજના પ્રોફેસર તરીકે સેવા આપતાં તેમજ ગુજરાતી ગીતોના આલ્બમ, ટીવી સીરિયલ અને ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી ઉન્નતિ પરમાર તથા પંચમહાલ ટીમલી ગીતોના બાદશાહ અને ગાયક કલાકાર પીપી બારીઆ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
જેઓનું સ્વાગત જિલ્લા પ્રમુખે ફુલગુચ્છથી કર્યુ હતું અને આવકાર્યા હતા.
જિલ્લા પ્રમુખે તેઓના આવકાર સાથે જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી આજે મહાન હસ્તીઓના પ્રવેશથી ગૌરવ અનુભવે છે. હવે જિલ્લાની નામાંકિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓનો સાથ સહકાર મળી રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટી એ ગુજરાતના સાચા વિકાસ માટે આશાનું કિરણ બની છે.
પ્રો.જગદીશભાઇ માછી, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઉન્નતિ પરમાર અને ટીમલી ગીતોના શ્રેષ્ઠ ગાયક કલાકાર પીપી બારીઆ આમ આદમી પાર્ટીમાં જોડાતાં તમામ કાર્યકર્તાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. આજે સૌનો ઉત્સાહ વધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here