કાલોલની શાંતિનિકેતન સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ઉઘરાણીના આક્ષેપોની રજૂઆત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

આ સ્કૂલ અંગે અગાઉ પણ ઘણા વિવાદો અંગેની રજૂઆત – ઉચ્ચ સ્તરે તપાસ થઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા શિક્ષણ વિભાગ શંકાના દાયરામાં

કાલોલ નજીક શામળદેવી ગામ પાસે આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળની ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાના સંચાલકો મારફતે RTE હેઠળ પ્રવેશ મેળવેલ આ બાળકોના વાલીઓ પાસે ફી ની ઉઘરાણીના આક્ષેપો થતાં પુનઃ આ શાળા ચર્ચાના ચકડોળે ચઢી છે. કાલોલના પાંચ વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરેલી લેખિત રજૂઆતો મુજબ ચાલુ વર્ષે તેઓના બાળકોને સરકારશ્રીની રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ તમામ દસ્તાવેજોની પૂર્તતા કર્યા બાદ કાલોલની શાંતિનિકેતન ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પ્રવેશ આપેલ છે વાલીઓને સર શાળાના ટ્રસ્ટી જણાવે છે કે તમારા બાળકની પેટે સરકાર રૂપિયા 10,000 આપે છે પરંતુ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે તમારે વધારાના રૂપિયા 8,000 આપવા જ પડશે આ બાબતે વાલીઓએ કાલોલના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલી પરંતુ તેઓએ કોઈ ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કરેલ છે વધુમાં વાલીઓ જણાવે છે કે અમો આ શાળા સંચાલકોની માંગણીને તાબે થયા નથી તેથી અમારા બાળકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવે છે અને શાળા તરફથી પરીક્ષા કે કોઈ પ્રોજેક્ટ અંગેની કોઈ ફાઈલો જાણીબુઝીને આપવામાં આવતી નથી. આ બાબતની લેખિત આક્ષેપો સહિતની રજૂઆતો વાલીઓ દ્વારા ગોધરાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાજેતરમાં કરવામાં આવી છેઅને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ બાબતે તપાસ કરવાની કાલોલના વાલીઓને હૈયાધારણ આપેલી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે વારંવાર વિવાદમાં આવતી આ શાળા નો યુનિફોર્મ વિવાદ હોય કે માન્યતા વગર વર્ગો ચલાવવા ની બાબત હોય તે બાળ અધિકારોના હનન ની બાબત હોય કોઈપણ બાબતે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરી હોવાનું આજ સુધી નોંધાયું નથી ભૂતકાળમાં ગોધરાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારાઆ શાળા દ્વારા એક પ્રાથમિક શિક્ષક ના બાળક ના બાળ અધિકારોના હનન જેવી ગંભીર બાબતે કાર્યવાહી કર્યા બાદ તપાસણી અહેવાલ વડી કચેરીએ મોકલી દીધો છે નું રટન કરી રહ્યા બાદ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ થતી નથી તેવો પ્રશ્ન કાલોલના શિક્ષણ આલમમાં જોરજોરથી ગાજી રહ્યો છે.આ સંજોગોમાં સરકાર દ્વારા શરૂ કરાયેલી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળની યોજના ના લીરેલીરા ઉડાવી સરકારની સમાંતર પોતાની સરકાર ચલાવતા કાલોલના આ માથાભારે ખાનગી શાળા સંચાલક ને વહીવટીતંત્ર કયા કારણે છાવરી રહ્યું છે તે સંશોધનનો વિષય છે.
અમારા બાળકો કાલોલની શાંતિનિકેતન ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં આરટીઇ હેઠળ અભ્યાસ કરે છે સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી એક્સ્ટ્રા એક્ટિવિટી અને પ્રોજેક્ટ માટે આઠ હજાર રૂપિયા માંગે છે જે અંગેની અમોએ રજૂઆત કરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ સ્કુલની ઘણી ફરિયાદો આવી છે અમે તપાસ કરાવીએ છીએ એવું જણાવેલ છે. હિતેશભાઈ કનોજીયા વાલી.

આજે અમારા બાળકો પાસે ખોટી રીતે ફી ની માગણી કરવામાં આવી રહ્યા છે આ શાળાના સંચાલકો ઉપર સુધી લિંક ધરાવતાં હોવાથી પોતાની મનમાની કરી રહ્યા છે. અગાઉની પણ ઘણી ગંભીર બાબતોમાં સરકારે કશું કર્યું નથી સંદીપભાઈ સોલંકી RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકના વાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here