કાલોલ શહેરમાં કાદરી સમુહ લગ્નોત્સવમાં ૧૮ નવદંપતીઓ નિકાહના બંધનમાં બંધાયા…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેરમાં બગદાદ વાળા પીર હજરત શેખ સૈયદ અબ્દુલ કાદીર જીલાની પવિત્ર પર્વ જશ્ને ઈદે ગૌષીયા (ગ્યારવી શરીફ) ના મુબારક દિવસે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય કાદરી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ૧૮ નવદંપતીઓ નિકાહ ના બંધન માં જોડાઈ જિંદગીની શરૂઆત કરી હતી તમામ નવદંપતીઓના નિકાહ સાંજના ચાર વાગ્યાના સુમારે જુમ્મા મસ્જીદના પેશ ઇમામ સીબતૈનરઝા અશરફી, નાયબ ઇમામ હાફીઝ ઉશ્માન અશરફી અને અલેફ મસ્જીદના પેશ ઇમામ વશીમરઝા કાદરી એ પઢાવ્યા હતાં.આ કાદરી સમૂહ નિકાહ નું આયોજન હાલ લગ્નમાં લખલુંટ ખર્ચને બચાવવા અને શરિયતને અનુસરી સમાજને સાચી દિશા બતાવનાર ગૌષે આઝમના વંશજો અને ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ પીરે તરીકત સૈયદ મોઈનબાબા ના માર્ગદર્શક હેઠળ દર વર્ષે સફળતા પૂર્વક પાડવામાં આવે છે અને તેને અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા આજ દિન સુધી ૧૩૯ થી વધુ નિકાહ સત્તત નવ વર્ષ થી કરાવી જે પંશસીય કાર્ય કરી રહ્યા છે
જે એક સાચી રાહ ચીંધી શરિયત મુજબ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા શમૂહ નીકાહ સમાજના લોકોને લગ્નમાં થતા ખોટા ખર્ચા અટકાવી શાદી કરાવવાનું બીડું ઝડપ્યું છે. અને કાલોલ મુસ્લીમ સમાજની વિવિધ કમીટી દ્વારા સમાજના લોકોને લગ્નમાં થતા ખોટા ખર્ચા
અટકાવી સમૂહ નીકાહમાં લખલૂંટ ખર્ચા રોકવા કાદરી સમૂહ લગ્ન દ્વારા દરવર્ષે મુસ્લીમ સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેને સમાજ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો અને દરવર્ષે
ઘણાં બધા પરિવારો સમૂહ નિકાહ લાભ લે છે જેથી સમાજ હિતમાં કામ કરતી અઝીમી ફેન્ડ સર્કલ કમેટી સાથે સખી દાતાઓ દ્વારા સોનાની બુટ્ટી,ચાંદીના દાગીના,પલંગ સેટ,તીજોરી કિચન સેટ,બાથરૂમ સેટ,તેમજ ઘરે વપરાતી નાની મોટી વસ્તુઓ દુલ્હનોને આપી આ ઉત્તમ કાર્ય બદલ દરેક સમાજના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here