છોટાઉદેપુર : વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટીવી કેમેરા સીસ્ટમથી ઇ-ચલણ જારી કરવાની કામગીરીનો પ્રારંભ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ દ્વારા કેમેરાનું મોનીટરીંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોને ઇ-મેમો (ઇ- ચલણ) તા.૧૫/૦૨૮૨૦૨૦ થી છોટાઉદેપુર જિલ્લામાં લગાવવામાં આવેલ કેમેરાથી આપવામાં આવે છે. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઈ-ચલણને One Nation One Challan (ONOC) સીસ્ટમથી ઇ-ચલણ જારી કરવાની કામગીરી તા.૧૩/૦૬/૨૦૨૩ થી ચાલુ થયેલ છે. જેથી અત્રેના જિલ્લામાં One Nation One Challan (ONOC) સીસ્ટમથી ઇ-ચલણ જનરેટ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કાર્યવાહ થનાર છે. * ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયેથી વાહન માલિકને મોબાઇલ નંબર પર SMS થી જાણ કરશે. * ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણના દંડના નાણા વાહન માલિક ઓનલાઇન કે ઓફલાઇન ભરી શકશે.
* ઓનલાઇન 19s://ochallan.parivahan.gov.in/ વેબસાઈટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ UPI વગેરેથી ભરી સકશે.
ઓફલાઇન: નેત્રમ” કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ઘેલવાંટ,વડોદરા હાઇવે રોડ છોટાઉદેપુર ખાતે રોકડથી ભરી શકારો. ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણનો દંડ ૯૦ દિવસમાં ભરવાનો રહેશે. ૯૦ દિવસમાં દંડ નહિ ભરનાર વાહન માલિકનું ઇ-ચલણ આપમેળે vital Cour માં આગળની કાર્યવાહિ માટે જતું રહેશે. ત્યારબાદ કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે તો RTO કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે નહીં. જેની તમામે નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here