છોટાઉદેપુર : નસવાડી પોલીસે ૧.૮૮.૭૪૦ નો ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને થોડા દિવસોમાં દિવાળીનો તહેવાર આવતી હોય જેથી વિદેશી દારૂના વધુમાં વધુમાં ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ માણસો સાથે દિવાળીના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ તથા અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે ” એક સફેદ સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XYLO D4 ગાડી નંબર GJ-07-DB-7404 ની અંદર ઇગ્લીશદારૂનો જથ્થો ભરી નસવાડી તરફ આવે છે અને તેઓની આગળ એક મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી નંબર GJ-34-B-6239 નો ચાલક પાયલોટીગમા છે “ એ રીતેની બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પ્રોહી નાકાબંધી કરી ઈંગ્લીશદારૂની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલો કુલ નંગ ૭૮૦ કુલ કિંમત રૂપીયા ૧,૮૮,૭૪૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે અને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
* આરોપીઓના નામ સરનામા *
(૧) સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XYLO D4 ગાડી જેનો આર.ટી.ઓ. નં. GJ-07-DB-7404 નો ચાલક જેના નામ
સરનામાની ખબર નથી તે (પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરનાર) (૨) મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી જેનો આર.ટી.ઓ. નં. GJ-34-B-6239 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે (પાયલોટીંગ કરનાર)
* કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
(૧) રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ૭૫૦ મી.લી.ના પ્લાસ્ટીકના હોલ નંગ.૨૦૪ (૨) લંડન પ્રાઈડ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મિ.લી.ના કાચના કવાટરીયા નંગ.૩૮૪
(૩) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી. પતરાના ટીન બીયર નંગ.૧૯૨
કિ.રૂ.૧,૦૭,૧૦૦/-
કિ.રૂ.૫૭,૬૦૦/-
કિ.રૂ.૨૩,૦૪૦/-
(૩) પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લિધેલ મહિન્દ્રા કંપનીની XYLO D4 ગાડી આર.ટી.ઓ. રજી.નં.GJ-07-DB-7404 ફોરવ્હીલ ગાડી
કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
* કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી *
(૧) ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન
(૨) અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ નસવાડી પોલીસ સ્ટેશન (૩) અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ નસવાડી પોલીસ સ્ટેશન
(૪) આ.પો.કો ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં.૨૨૩ નસવાડી પોલીસ સ્ટેશન (૫) આ.પો.કો ભાનુભાઈ નારણભાઈ બ.નં.૦૩૭ નસવાડી પોલીસ સ્ટેશન
કુલ કિ.રૂ.૪,૮૮,૭૪૦/-
(૬) ડ્રા.પો.કો.જસવંતસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૮૮૩ નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here