છોટાઉદેપુર નજીક આવેલ ધંધોડા ગામે થયેલ કામોમાં ગેરરીતિ થઈ હોવાની ગંધ પરંતુ તંત્ર દ્વારા સબ સલામત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર શહેરથી નજીક આવેલ ધંધોડા ગામે પ્રજાની સવલતો માટે વિકાસના કામો કરવા અંગે લાખો નો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ કામો વ્યવસ્થિત થયા છે કે કેમ જગ્યા ઉપર જઈને તંત્ર દ્વારા તપાસ કરી છે કે કેમ એ એક પ્રશ્ન છે. થયેલા વિકાસના કામોમાં ગેરરીતિ તથા કામગીરીમાં કચાસ હોય તેમ જણાય રહ્યું છે. જેના કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લાખોના ખર્ચે કરવામાં આવેલો વિકાસ પ્રજાને ઉપયોગી થતો નથી માત્ર કામગીરી બતાવવા રૂપિયા ખર્ચી દેવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
છોટાઉદેપુર તાલુકાના ધંધોડા નવી વસાહત ગામ ખાતે લાખોના ખર્ચે 2019 – 20 ની ગ્રાન્ટમાં બનાવવામાં આવેલી જાહેર શૌચાલય રહેણાંક વિસ્તારથી ખૂબ દૂર છે. જેથી શૌચાલય માં જવાનો કોઈ મતલબ રહેતો નથી. જે શોભાના ગાંઠિયા સમાન છે. આ શૌચાલયમાં પાણીની સુવિધા અત્યાર સુધી નથી કરવામાં આવી. જ્યારે ભારે ગંદકી જોવા મળી રહી છે દરવાજા તૂટેલી હાલતમાં છે અને શૌચાલયના નળ તૂટેલી હાલતમાં છે. શુ આ શૌચાલય રહેણાંક વિસ્તારમાં બનાવવી જરૂરી નહોતી તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. . જ્યારે બીજી એક શૌચાલય બનીને તૌયર છે. પરંતુ એક વર્ષ જેવા સમયથી આ શૌચાલય પ્રજા માટે ખોલવામાં આવેલ નથી.
જ્યારે ધંધોડા પાટિયા પાસે ગામની અંદર જતો તાજેતરમાં બનાવવામાં આવેલ આર સી સી રોડ વચ્ચેથી ફાટી ગયો છે. અને મોટી તિરાડ જોવા મળી રહી છે. જેની અંદર પૂરતું મટેરિયાલ વાપરવામાં આવ્યું ન હોય તેવા ઘણા શંકા કુશંકા ઓ પ્રજામાં ઉઠી રહી છે. પરંતુ કોઈ કાળજી લેવામાં આવતી નથી જેથી પ્રજામાં ભારે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ધંધોડા ખાતે એક રહીશના ધર પાછળ વારંવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા 7 વર્ષથી ગટર બનાવવામાં આવતી નથી પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અને પાણીનો નિકાલ થતો નથી. ચોમાસામાં પાણી ભરાઈ રહેવાથી અકસ્માતો સર્જાય છે આ અંગે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. શુ તાલુકા પંચાયતના અધિકારીઓ આ અંગે ધ્યાન નહિ આપતા હોય કે કેમ તેવા અનેક પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. સરકાર પ્રજાની સુવિધાઓ કરોડો ખર્ચે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય કામગીરી થતી ન હોય તેવી ફરિયાદો પ્રજામાં ઉઠી રહી છે.
ધંધોડા ગમે તાજેતરમાં ગટર બનાવવામાં આવી રહી છે. ચાલુ મહિનામાં ત્રણ ગટરો બનાવવામાં આવી છે. જેની કામગીરી નબળી જોવા મળી રહી છે. ધક્કો મારતાજ ઢેફા હાથમાં આવી જાય છે. જે અંગે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવી ખૂબ જરૂરી છે. જે એવી જગ્યાએ બનાવી છે. ક્યાં લોકો રહેતા નથી અને લોકોની અવરજવર નથી. તો ત્યાં ગટર બનાવવાનો મતલબ શુ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. જ્યાં ગટરો બની છે તે તદ્દન ખોટી જગ્યાએ બનાવી છે. તો જ્યાં જરૂર છે ત્યાં કેમ નહિ એ મોટો સવાલ છે. શું આની પાછળ કોઈ અંગત વાત હશે કે કેમ સદર બાબતે પૂર્વ સરપંચ પારસીગભાઈ રાઠવા ને ફોન કરતા સંપર્ક થઈ શક્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here