કાલોલ શહેરમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે “ગૌ” છપ્પન ભોગનું આયોજન કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે”ગૌ”છપ્પન ભોગનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું ૧૦ જાતના શાક, ૧૦ જાતના કઠોળ, ૧૦ જાતનુ દાણ,૧૦ જાતનુ અનાજ, ગાય ખાય તેવી મીઠાઈ અને ફળો ધરાવવામાં આવ્યા હતા કાર્યક્ર્મ નુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ,વિષ્ણુસહસ્ત્રનામ પરિવાર,પતંજલિ પરિવાર, ગાયત્રી પરિવાર,કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને દર્શન તથા પંડ્યા પરિવાર તેમજ ગૌ પ્રેમી ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ગૌ છપ્પન ભોગના આયોજનમાં ભાગ લીધો હતો અને ગૌ માતાના દર્શન કરી આશીર્વાદ લઇ ગોપાષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ગૌ શાળા ના ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ તબક્કે ઘાસ ક્ટર મશીન ના દાતા તરફથી આપેલ જેનુ ઉદઘાટન વિષ્ણુ સહસ્ત્ર પરિવાર, ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યુ સમસ્ત કાર્યક્રમ નુ સંચાલન જયંતીભાઈ પંડ્યા એ કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here