છોટાઉદેપુર નગરમાં નવિન જીલ્લા અદાલતના ભુમિપૂજનનો કાર્યક્રમ નામદાર ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ નાઓનાં વરદ હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટા ઉદેપુર જીલ્લા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ નિયત સમય મર્યાદામાં પુર્ણ થશે એવા વિશ્વાસ સાથે નવા રૂપ રંગ અને સુવિધા સભર સહીત મળનાર જીલ્લા ન્યાયાલય માટે ગુજરાત હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ નાઓ દ્રારા છોટાઉદેપુર ની પ્રજા ને શુભકામનઓ પાઠવી હતી.
છોટાઉદેપુર ખાતે પધારેલા રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ને સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આજરોજ છોટાઉદેપુર નગરમાં નવિન જીલ્લા અદાલત, છોટાઉદેપુરનાં બાંધકામ માટે ભુમિપૂજનનો કાર્યક્રમ નામદાર ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ નાઓનાં વરદ
હસ્તે કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પ્રિન્સિપાલ જજ ડીપી ગોહિલ તેમજ છોટાઉદેપુર જિલ્લા ના ન્યાયાધીશો દ્વારા ડાયસ ઉપર બિરાજમાન મહાનુભવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઉમેશ એ ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જેસી દોશી તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે
પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું. એડિશનલ ડીસ્ટ્રીક જજ છોટાઉદેપુર સી કે મુનસીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને કવાટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.છોટાઉદેપુર જિલ્લો ન્યાયિક દ્રષ્ટિએ
તા. ૨૪-૧૨-૨૦૧૬થી વડોદરા જિલ્લાથી છુટો પડેલ છે. હાલમાં છોટાઉદેપુર મુખ્ય મથક ખાતેની અદાલતો સેક્રેટરીએટ બિલ્ડીંગ ખાતે કાર્યરત છે. હાલમાં છોટાઉદેપુર નગરમાં નવિન જિલ્લા અદાલતનાં બાંધકામ માટે ૨૦,૦૦૦ ચોમી (૨ હેક્ટર) જેટલી જમીન ફાળવવામાં આવેલ છે. નવિન જિલ્લા અદાલત, છોટાઉદેપુર માં કુલ ૦૯ કોર્ટોનું બાંધકામ થનાર છે. તે ઉપરાંત નવિન જિલ્લા અદાલતની ઇમારત ચાર માળની અને તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બાંધવામાં આધુનિક ઈમારતનું બાંધકામ છોટાઉદેપુરનગરના મધ્ય પાસે રેલવે સ્ટેશન પાસે છોટાઉદેપુર વિશ્રામ ગૃહ ની સામે થનાર છે જેથી છોટાઉદેપુર નગરના તેમજ નગરજનોને તથા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના પક્ષકારોને તેમાં તમામ વકીલો માટે આશીર્વાદરૂપે સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here