છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન અને ઉપ પ્રમુખ તરીકે જયદીપભાઇ બિનહરીફ ચૂંટાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં આજરોજ તા 14 /9/ 23 પ્રમુખ અને ઉપપ્રમુખ ના પદ માટે બેઠક યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે કલ્પનાબેન સંગ્રામભાઇ રાઠવા ઉપપ્રમુખ તરીકે જયદીપભાઇ બાવાભાઈ રાઠવા કારોબારી ચેરમેન તરીકે રાજેશકુમાર રાઠવા પક્ષના નેતા તરીકે લક્ષ્મણભાઈ ભુરાભાઈ રાઠવા અને દંડક તરીકે સુરેખાબેન ભારતભાઈ રાઠવા બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા ત્યારે ઢોલ નગારા અને નાચ ગાન સાથે પાર્ટીના સમર્થક અને કાર્યકરો તથા રાજકીય આગેવાનો દ્વારા ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી અને ચૂંટાયેલા હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાટડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અઢી વર્ષ અગાઉ છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 26 બેઠકો માથી 20 બેઠકો ઉપર ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં હરી પ્રમુખ અને ઉપપ્રમુખ તથા હોદ્દેદારોની ચૂંટણી યોજવાની હતી જ્યારે ગતરોજ તારીખ 13/9/23 ના ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ મળતા કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા એ પ્રમુખ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે ઉપપ્રમુખ તરીકે જયદીપભાઇ બાવાભાઈ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. એ જ રીતે કારોબારી ચેરમેન રાજેશકુમાર રાઠવા અને પક્ષના નેતા તરીકે લક્ષમણભાઇ ભુરાભાઈ રાઠવા જ્યારે દંડક તરીકે સુરેખાબેન ભારતભાઈ રાઠવા એ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને આજરોજ તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા આવનારા અઢી વર્ષ પ્રજાની મુશ્કેલીઓને અને સમસ્યાઓને ચકાસી તેનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રજામાં આશાઓ બંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here