શક્તિપૂરા મેઈન નર્મદા કેનાલના ગેટના આગળના ભાગેથી વાઘોડિયાના યુવકની લાશ મળી આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

યુવક ગરબા રમવા ગયો હતો ત્યારબાદ યુવકની લાશ મળી આવી

પ્રાપ્ત માહિતી મુજબ બીપીનભાઈ ભાઈલાલભાઈ પટેલ રહે.નવાપુરા વાઘોડિયા ફળિયુ,વાઘોડિયા દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ તેમનો છોકરો રુચિત પટેલ ઉ.વ.૨૨ તા-૪/૧૦/૨૨ના રોજ રાત્રે ગરબા રમવા માટે ગયો હતો રાત્રે તેના મિત્રોને તેના બે મોબાઇલ આપી ઘરે પાછો આવી સફેદ ચેકસ શર્ટ પહેરી પાછો સાડા ચારેક વાગ્યાની આરસામાં નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડ આવી મોબાઈલ પાછા લઈ ક્યાંય જતો રહેલ છે અને તે પાછો આવ્યો નથી.

જેથી તેના મિત્રોને સાથે રાખી વાઘોડિયાના ગરબા ગ્રાઉન્ડમાં તપાસ કરતાં તે મળી આવેલ નહિ અને તેના મિત્રોને પૂછતાં માડોધર રોડ તરફ નીકળેલો હોવાનું જાણવા મળતાં ઘરના માણસો અને તેના મિત્રો સાથે નર્મદા કેનાલ ઉપર તપાસ કરતાં મોહનપુરા કડાછલાં ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપરથી તેની બાઈક મળી આવી હતી.ત્યારબાદ અન્ય સગાસંબંધીઓ સાથે રુચિત પટેલની નર્મદા કેનાલ ઉપર શોધખોળ કરતાં તા-૫/૧૦/૨૨ના રોજ આશરે બે એક વાગ્યાની સુમારે કાલોલની શક્તિપૂરા મેઈન નર્મદા કેનાલના ગેટના આગળના ભાગે રુચિત પટેલની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી.ત્યારબાદ આ ઘટનાની જાણ કાલોલ પોલીસને કરતાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં પી.એમ કર્યા બાદ અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here