છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ખાંટીયાવાટ ગામ પાસેથી રૂ.32040 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા પ્રોહીબિશના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે ખાંટીયાવાટ રોડ પર આવેલ નાયરા પેટ્રોલપંપ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ.32040ના મુદ્દામાલ તથા દારુની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી નં જીજે 5 સીઆર 0747 કિંમત રૂ.200000 એક મોબાઈલ ફોન કિંમત રૂ.7000 મળી કુલ રૂ.239040ના મુદ્દામાલ સાથે ચાલક કૌશિકભાઈ કાન્તિભાઈ ચૌહાણ રહે.આલમનગરી,તા.જી.વડોદરાને પોલીસે ઝડપી પાડ્યો હતો તથા બીજા બનાવમાં છોટાઉદેપુર એલસીબી પોલીસ સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ પ્રોહીબિશન એકટ કલમ 65(એ.ઈ)98(2)81 મુજબના ગુનાનો આરોપી પોતાના રહેઠાણ ઘરમાં હાજર છે તેવી બાતમી આધારે સદરીના ઘરે ખાત્રી તપાસ કરતા આરોપી વિનોદભાઈ ઉર્ફ વિનુભાઈ નંદુભાઈ રાઠવા રહે.મલાજા,તા છોટાઉદેપુરને પોતાના રહેઠાણ ઘરમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે (ફોટો વિગત): છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ખાંટીયાવાટ ગામેથી રૂ.32040નો દારૂ તથા બીજા બનાવમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here