છોટાઉદેપુર જિલ્લામાં સિનિયર સીટીઝન માટે રમત સ્પર્ધાનું આયોજન કરાશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો માટે ૬ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવનાર છે.

છોટાઉદેપુર જિલ્લાનાં રમત-ગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ દરમિયાન *આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા રમત-ગમત કચેરી, છોટાઉદેપુર દ્વારા તા.૦૯-૦૨- ૨૦૨૪નાં રોજ સવારે ૯-૦૦ કલાકે એસ.એફ.હાઈસ્કુલમાં સિનિયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, એથ્લેટીક્સ જેવી ૬ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here