છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કુટબી ગામે સગીર બાળ નું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી તેના પર તાંત્રિક વિધિ કરાઇ!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ક્વાંટ પોલીસ મથક મા સગીર બાળા ની માતા ની
સમગ્ર પ્રકરણ માં તાંત્રિકો ની પણ સંડોવણી હોવાની
પોલીસ ફરિયાદ થી ચકચાર

15 વર્ષીય સગીરા ને તેના અપહરણ કરી ઇકો કાર માં બેસાડી 6 ઈસમો અન્ય સ્થળે લઇ ગયા જ્યાં યુવતી ના શરીરે કંકુ લગાવી પગો માં નાળિયેર બાંધી તાંત્રિક વિધિ કરાઇ!!!!

બાળા ને જૉ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની અપહરણકારો એ ધમકી આપી

આદીવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લા ના ક્વાંટ તાલુકા મા એક સગીર વયની બાળા નું તેના ઘરે થી અપહરણ કરી અન્ય સ્થળે લઇ જઈ તેના ઉપર તાંત્રિક વિધિ કરી તેના શરીર સાથે શારીરિક અડપલા કરનાર ઈસમો સામે ક્વાંટ પોલિસે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો ફરિયાદી
શાવરીબેન દેવજીભાઈ વાવીયાભાઈ જાતે ભીલ ધંધો ઘરકામ રહે, ફુટબી, શાંચ ક્લીયા તા. કવાંટ જીલ્લો છોટાઉદેપુર નાઓ એ પોલીસ મથક મા ફરિયાદ દાખલ કરી જણાવ્યુ છે કે પોતાની ૧૫ વર્ષ ૦૮ માસ ની વય ધરાવતી દિકરી ને તા. ૨૫/૦૪/૨૦૨૩ ના રોજ
આરોપીઓ (૧) સંગીતાબેન w/o જગતીયાભાઈ નાનજીભાઈ ભીલ રહે. કોટબી, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર (૨) વિકેશભાઈ સીનકાભાઈ ભીલ રહે. કોટી, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર (૩) દિલીપભાઈ ભીલ જેના પુરા નામની ખબર નથી તે (વિષ્ણભાઈ નો જમાઈ) રહે. સીમલધોડા વસાહત તા. બોડેલી જિલ્લો છોટાઉદેપુર તથા (૪) બે બાઇક લઇને આવેલ ત્રણ અજાણ્યા માણસો (૫) બે ઈક્કો ગાડી લઈને આવેલ અજાણ્યા માણસો (૬) બે મહારાજ જેમના નામ સરનામાની ખબર નથી તે તમામ નાઓ સામે
ઇ.પી.કો કલમ ૩૩, ૩૬૫, ૩૪૨, ૩૫૪ (B), ૩૨૮, ૫૮, ૫૦૬(૨), ૧૨૦ (બી) તથા પોક્સો એક્ટ કલમ ૧૨, ૧૭ મુજબ પોતાની ફરિયાદ કવાંટ પોલીસ મથક મા દાખલ કરાવી છે.

ફરિયાદી સગીર વયની બાળા ની માતા ના જણાવ્યાનુસાર આ કામના ફરીયાદી ની સગીર વયની દિકરી નાની પોતાના ઘરે એકલી હતી તે વખતે તા. ૨૫/૦૪/૨૦૨૩ ના રોજ સાંજના કલાક ૦૫/૦૦ વાગ્યાના સમયે આરોપી નંબર (૧) થી (૬) નાઓ કોઇ પણ કારણસર પોતાનો ઉદ્દેશ પા૨ પાડવા ગુનાહીત કાવતરૂ રચી આરોપી નંબર (૧) સંગીતાબેન જંગલીયાભાઈ નાનજીભાઈ ભીલ રહે. કોટની, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર ની ફરીયાદીની દિકરી ને દુકાને જઈ આવવાનુ કહી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ આરોપી નંબર (૨) વિકેશભાઈ મીનકાભાઈ ભીલ રહે. કોટબી, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓની હોન્ડા સાઈન મોટર સાયકલ પર લગ્નમાં જઈ આવીએ છે તેમ કહી મોટર સાયકલ ઉપર આરોપી નંબ૨ (૧)(૨) તથા આરોપી નંબર (૩) દિલીપભાઈ ભીલ જેના પુરા નામની ખબર નથી તે આરોપી નંબર ૦૨ નો જમાઇ રહે. સીમલઘોડા વસાહત તા. બોડેલી જિલ્લો છોટાઉદેપુર નાઓ મોટર સાયકલ ઉપર બેસી ભોગ બનનારને બાઇક ઉપર બેસાડી કોટબી ગામેથી કલુડી મહુડી ચોકડી થઈ આંધળી ગામે જઇ આરોપી નં (૪) બે બાઇક લાઇને આવેલ ત્રણ અજાણ્યા માણસો સાથે તણખલા ગામથી આગળ જે ગામનુ નામ સગીર વયની ભૌગ બનનારને ખબર નથી તે ગામે લઈ જઈ આરોપી નંબ૨ (૫) બે ઇકો ગાડી લઈ આવેલ અજાણ્યા માણસો ની ઇક્કો ગાડીમાં બેસાડી અજાણ્યા ગામે અજાણ્યા ઘરમાં લઈ જઈ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી આરોપી નંબર (૬) બે મહારાજ જેમના નામ સરનામાની ખબર નથી તેમને બોલાવી તાંત્રીક વિધી કરાવવા ભોગ બનનાર સગીર વયની બાળા ને તાંત્રીક વિધીના બહાને નિર્વસ્ત્ર કરી શરી૨ઉપર કંકુના ચાંદલા તેમજ ગળામાં દોરો તેમજ બંને પગમાં નારીયળ બાંધી તાંત્રીક વિધી કરી ભોગ બનનારના શરીર સાથે શારીરિક અડપલા કરી ભોગ બનનાર સગીર વય ની બાળા ને પાણી જેવું પ્રવાહી પીવડાવી બેભાન કરી આરોપીઓ (૧)(૨)(૩) ના ઓ એ આ બાબત ની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ક્વાંટ પોલિસે આરોપીઓ સામે પોકશો સહિત નો અપહરણ નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ક્વાંટ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ. ગામીતે નામજરદ આરોપીઓ સાથે અન્ય આરોપીઓ કોણ?? તાંત્રિકો કોણ હતા?? સા માટે સગીર વયની બાળા પર તાંત્રિક વિધિ કરાઇ તે તમામ પ્રકાર નો કોયડો ઉકેલવા ની દિશામાં પોતાની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here