છોટાઉદેપુર ખોસ વસેડી ગામ પાસેથી રૂ. ૪૮,૬૧૦ ની કિંમતનો ગાંજો ઝડપાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર એસ ઓ જી પોલીસ છોટાઉદેપુર નજીક આવેલ ખોસ વસેડી ગામ પાસે નાકાબંધીમાં હોય તે દરમિયાન 4,861 કિલોગ્રામ ભેજવાળો લીલાશ પડતો સૂકો ગાંજાનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સામે એન,ડી,પી, એસ એક્ટ કલમ 8 (સી) 20 (બી) 2 (બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર નગર ની અડીને આવેલ અલીરાજપુર નાકા તરફ ઓરસંગ નદીના સામે કીનારે ખોસ વસેડી ગામ આવેલું હોય જ્યાં એસ ઓ જી પોલિસ દ્વારા નાકાબંધી દરમિયાન રું.૪૮૬૧૦ની કિંમત નો ૪.૮૬૧ કિલોગ્રામ લીલાશ પડતો સુકો ગાંજો ઝડપી પાડ્યો હતો. જ્યારે મોટર સાયકલ ન જી,જે, ૩૪, ૬૧૧૧ ઉપર ગાંજો લઇને જતો મનસિંગ ભિખલાભાઈ રાઠવા ઉંમર 40 વર્ષ રેહ પટેલ ફળિયા સુરસી તાલુકો જિલ્લો છોટાઉદેપુર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે મોટરસાયકલ મળી કુલ મુદ્દામાલ ૯૯.૨૪૦/- નો ઝડપી પાડી આરોપી મનસિંગ ભિખલાભાઈ રાઠવા ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here