છોટાઉદેપુરમાં ૭ કરોડથી વધુના ખર્ચે સ્પોર્ટસ સંકુલનું નિર્માણ થશે… ખેલો ઇન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખીના રમત ગમત સંકુલનું નિર્માણ- ગીતાબેન રાઠવા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લના પાવી જેતપુર તાલુકના રતનપુર ખાતે ૭ કરોડથી વધુના ખર્ચે બનનાર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ પૂજન સાસંદ ગીતાબહેન રાઠવાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલિન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભમાં 66 લાખ કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે.
ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ પૂજનના અધ્યક્ષપદેથી સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આ સંકુલ નિર્માણ તથા યુવા પેઢી ખેલ તરફ વળશે. ખેલો ઇન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખીના રમત ગમત સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે.યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતોની કારકીર્દી બનાવે તે માટે ઉમદા પ્રયત્ન થઇ રહ્યા છે. યુવાનો જિલ્લા કક્ષા એ,રાજયકક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તે ઉદેશથી રમતગમત સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે.
આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદગીતાબહેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીઓ અને કર્મચારી ગણ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here