છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયુજન કરવામાં આવનાર છે. જેમાં વય ગૃપ ૧૪ થી ૩૫ વર્ષ અને વય ગૃપ ૧૪ થી ૪૦ વર્ષ સુધી ૨હેશે તેમજ ૧) પ્રાચીન ગરબા ૨) અર્વાચીન ગરબા ૩) રાસ એમ ત્રણ વિભાગ હોવાથી ભાગ લેવા માંગતી શાળાઓ, સંસ્થાઓએ તા. ૧૧/૧૦/૨૦૨૩ સુધીમાં પોતાની ટીમની એન્ટ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એફ-પ, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન,છોટાઉદેપુર ખાતે મોકલી આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here