કોઇ પણ વ્યક્તિને મત આપતા પહેલા તેનું સમાજ નહી વ્યક્તિત્વ જોવા ગુજરાતના પાટિદાર આગેવાન નરેશ પટેલની ટકોરથી રાજકીય ગરમાવો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ખોડલધામ નાં ચેરમેન નરેશ પટેલે નર્મદા જીલ્લા ની મુલાકાત લઈ પાટિદાર સંગઠન ને મજબુત બનાવવા ની હાકલ કરી

ખોડલધામના ચેરમેન અને ગુજરાત ના પાટિદાર આગેવાન નરેશ પટેલે આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. તે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ ની વિશ્ર્વ ની સહુથી ઉંચી પ્રતિમા નિહાળી ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાન સભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નરેશ પટેલે કોઈ પણ વ્યક્તિ ને સમાજ જોયા વીના તેના વ્યકિતત્વ ને જોઈ વોટ આપવાની વાત કરતા આ મંતવ્ય થી આગમી દીવસો માં ગુજરાત ના રાજકારણ મા કેવા પડઘા પડે છે એ જોવું રહ્યું.

પાટીદાર આગેવાન નરેશ પટેલે પોતાની નર્મદા જીલ્લા ની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે પાટીદાર સંગઠન દરેક જિલ્લા અને તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તર સુધી પહોંચે તે માટે હું દરેક જિલ્લાની મુલાકાત લઇ રહ્યો છું. સ્થાનિક પાટીદાર આગેવાનો, યુવાનો અને તમામને મળી રહ્યો છું. અમે નોન પોલિટિકલ સંગઠન બનાવી રહ્યા છીએ. જેનું સમગ્ર ગુજરાતમાં નેટવર્ક હશે. એકે એક ગામથી લઇને ગાંધીનગર સુધી આ સંગઠન સક્રિય રહેશે.હાલ કોઇ પણ પક્ષ નહી પરંતુ સમાજના ઉત્થાન માટે કામગીરી કરી રહ્યો છું એમ જણાવ્યું હતું.

નર્મદા જિલ્લા ની મુલાકાત માટે આવેલા નરેશ પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચી સરદાર પટેલ ના દર્શન પણ કર્યા હતા અને ભાવાંજલિ અર્પણ કરી હતી. નર્મદા જિલ્લા ના વિકાસ માટે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનું જણાવી પોતે હાલ કોઇ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઇ પણ રાજકીય રીતે સક્રિય ન હાવાનું જણાવી હાલ સંપુર્ણ ધ્યાન માત્ર સમાજના ઉત્થાન પર જ હોવાનુ જણાવ્યું હતું.પાટીદાર સમાજ કોઇ એક પક્ષનો ક્યારે પણ રહી શકે નહીદરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે. સંગઠનને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઇ રહ્યા હોવાનું પણ નરેશ પટેલે જણાવ્યું હતું. આગામી વિધાનસભા માટે કહ્યું કે, પાટિદાર સમાજ દરેક પક્ષમાં ફેલાયેલો સમાજ છે. કોઈપણ વ્યક્તિને મત આપતા પહેલા તેનો સમાજ જોવાના બદલે તેનું વ્યક્તિત્વ જોવું જોઇએ. જો તે સારો વ્યક્તિ હોય તો પછી તે ગમે તે સમાજનો હોય કોઇ ફરક પડતો નથી. મત તેને જ આપવો જોઇએ. સારા ઉમેદવારો વિધાનસભામાં ચુંટાઈ ને આવે તો ગુજરાતનું ભલું થાય, વિકાસ થાય તેમ છે તેવી પણ પોતીકા મન ની વાત નરેશ પટેલે કરી હતી. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી નહી બને તેવું પણ નરેશ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here