કાળઝાળ ગરમીમાં ટ્રાફિક નિયમનની પ્રસંશનીય કામગીરી કરતા નર્મદા ટ્રાફિકના જવાનોનું મેડિકલ ચેકઅપ કરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કાળઝાળ ગરમીની વચ્ચે પણ ટ્રાફિક નિયમનની પ્રસંશનીય કામગીરી કરતા તેમજ સેવા, સુરક્ષા અને શાંતિ પ્રસ્થાપિત કરવા સદાય તત્પર રહેનારા નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનોને ગરમી તેમજ હીટવેવના કારણે શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર ન થાય તે માટે જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે મેડિકલ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ તેમજ રાજપીપલા જનરલ હોસ્પિટલના ડીન ડો. અવિનાશ દવેના સહયોગથી ઉભા કરાયેલા આ કેમ્પમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એસ. મિશ્રા સહિત ટ્રાફિક શાખાના કુલ ૧૯ પોલીસ જવાનોના આરોગ્યની તપાસ કરાઈ હતી. જેમાં લેબોરેટરી ટેસ્ટ, હાઈ બીપી, સુગર, કોલેસ્ટ્રોલ, એચ.આઈ.વી., યુરીન ટેસ્ટ, આંખ તથા ગળા અને કાનનું ચેકઅપ, માનસિક રોગોના વિભાગમાં રૂટીન એકઅપ તથા જનરલ ચેકઅપ સહિતની તપાસ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here