કાલોલ MGVCL તંત્રનું અંધેર વહીવટ..!! રાત્રે થોડા વરસાદથી વીજળી ગુલ, ગ્રાહક ફરિયાદના ફોન સતત વ્યસ્ત…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુરુવાર ના રોજ રાત્રિના સુમારે કાલોલ પંથકમાં વરસાદ વરસતા સાજના ૬ વાગ્યાના સુમારે એમજીવીસીએલ દ્વારા લાઈટ બંધ કરી દેવામાં આવેલ. ત્યારબાદ ગ્રાહકો દ્વારા એમજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલ ફરિયાદ નિવારણ અંગેના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતા સતત વ્યસ્ત આવતો હતો આ ઉપરાંત ફરિયાદ બાબતોનો લેન્ડલાઈન ફોન પણ સતત વ્યસ્ત આવતો હતો કાલોલ નગરમાં રાત્રિના સુમારે લાઈટ જવાના પ્રશ્નો બાબતે અગાઉ પણ નાગરિકોએ એમજીવીસીએલના કર્મચારીઓ રીસીવર બાજુ પર મૂકીને આરામ ફરમાવતા હોય તેવા વિડિયો ઉતારેલા છે અને તે અંગે રજૂઆતો કરેલ છે મીડિયા દ્વારા પણ આ બાબતની નોધ લીધેલ તેમ છતાં પણ કાલોલ એમજીવીસીએલ સબ ડિવિઝન કચેરીના કર્મચારીઓ સુધારવાનું નામ લેતા નથી કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે પરંતુ જવાબદાર કર્મચારી ને હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરવાનું જ્ઞાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર ને પણ મોબાઈલ ઉપર સંપર્ક કરવા છતાં પણ તેઓએ પણ ફોન ઉઠાવવાની તસદી લીધી નહોતી નગરના એક નાગરિકે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતા સદભાગ્યે વાત થઈ હતી ત્યારે ફોલ્ટ મળતો નથી મળશે એટલે લાઈટ ચાલુ થશે એવું ગાણું ગાયું હતું અને છેક રાત્રે ૧૦ કલાકે વીજ પુરવઠો ચાલુ કરેલ ત્યારે એમજીવીસીએલ કચેરી કાલોલ ના કર્મચારીઓ હેલ્પલાઇન નંબર ઉપર ગ્રાહકને યોગ્ય જવાબ આપે તે માટેના સેમિનાર કરવાની તાતી જરૂર હોય તેવું જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here