કાલોલ સહિત તાલુકામાં ઈદુલફીત્રની નમાઝને લઈ ઈદગાહ તેમજ મસ્જીદોમાં જંગી મેદની ઉમટી…

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઇસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફીત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે મંગળવારના રોજ કાલોલ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ,મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઇ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો-ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઇમામ સીબતૈનરઝા અશરફીએ પઢાવી સલામ પછી સમગ્ર ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતુંં.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઇને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઇદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એમ.કે.માલવીયા દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here