કાલોલ શહેરના ચાર પરીક્ષા કેન્દ્ર મા શાંતિપુર્ણ માહોલમાં જુનિયર કલાર્કની પરીક્ષા સંપન્ન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા ‘-

સમસ્ત ગુજરાત રાજયમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનારી જુનિયર ક્લાર્ક ( વહીવટ/હિસાબ) સંવર્ગ ની સ્પર્ધાત્મક લેખિત પરિક્ષા કાલોલ શહેર નાં ચાર કેન્દ્ર મા બપોરના ૧૨:૩૦ થી ૧:૩૦ કલાક દરમ્યાન શાંતિપુર્ણ માહોલમાં યોજાઈ ગઈ કાલોલ ની ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે ૧૫ બ્લોક, શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ૧૦ બ્લોક મહર્ષિ વિદ્યાલય ખાતે ૧૨ બ્લોક અને શાંતિનિકેતન રોટરી સ્કુલ ખાતે ૧૫ બ્લોક એમ કુલ મળીને ૫૨ બ્લોક માં સીસીટીવી કેમેરા થી સુસજ્જ ક્લાસ રૂમ માં અંદાજીત ૧૫૬૦ પરીક્ષાર્થીઓ ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી વહેલી સવારથી જ શહેરના તમામ કેન્દ્રો પર બહારગામ થી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ અને તેમના સગા સંબધી ના ટોળા ઉમટ્યા હતા. પરીક્ષા સમય અગાઉ ૧૧ કલાકે દરેક પરીક્ષાર્થી નું ચેકીંગ કરી પ્રવેશ આપવામા આવ્યો હતો પોલીસ દ્વારા બુટ મોજા અને મોબાઈલ સહિત અન્ય સાહિત્ય પરીક્ષા કેન્દ્ર બહાર મુકાવ્યુ અને પુરુષ તેમજ મહિલા પોલીસ દ્વારા અલગ અલગ ચેકીંગ કરી પ્રવેશ આપવામા આવ્યો હતો કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ડી તરાલે દરેક કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી મુલાકાત લઈ જરુરી સુચનાઓ આપી હતી સરકાર દ્વારા પરીક્ષા શાંતિપુર્ણ અને વિવાદ વગર પુર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here