કાલોલ મામલતદાર અને સર્કલ મામલતદારે ચલાલી ખાતે તપાસ દરમ્યાન ઓવર લોડ ડમ્પર ઝડપી પાડયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મંગળવારે રાત્રે ૧૦ કલાકે કાલોલ નાં મામલતદાર અને સર્કલ મામલતદાર દ્વારા ચલાલી ગામે રેતી ની લીઝ બાબતે રૂટીન ચેકીગ મા હતા ત્યારે ચલાલી ગામે એક ડમ્પર જીજે ૨૩ એટી ૯૭૦૩ નંબર નું સાદી રેતી ભરેલ હતુ અને ૧૮.૫ ટન નો રોયલ્ટી પાસ હતો નુર વે બ્રીજ ખાતે વજન કરાવતા ૩૧ ટન વજન થયેલ જેથી ઓવર લોડ વજન હોવાથી મામલતદાર દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન મા સોંપી દેવામાં આવી હતી ડમ્પર ના ડ્રાઇવર મુનાફ ઐયુબ વોહરા રે .આણંદ તથા માલીક ફિરોઝ વોહરા રે.આણંદ હોવાનુ જાણવા મળ્યુ છે. વેજલપુર પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગ ને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળેલ છે કાલોલ મામલતદાર દ્વારા રાત્રી દરમ્યાન અચાનક કરેલ તપાસ ની કામગીરી ને કારણે ઓવર લોડ રેતી વહન કરતા ચાલકો અને માલીકો મા ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here