કાલોલ પાલિકા દ્વારા જાહેરનામાનો ભંગ કરી માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી : ૧૫ વ્યક્તિઓને દંડ ફટકાર્યો માસ્ક પણ આપ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરમાં લોકડાઉન દરમ્યાન તંત્રની અસરકારક કામગીરીને એક પણ કોરોના પોઝીટીવ કેસ દેખાયો નહોતો. પરંતુ અનલોક-૧ અને અનલોક-૨ના સ્થાનિક તંત્રની ઉદાસીનતાને પગલે સરકારના જાહેરનામા મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવા અંગે ખુલ્લેઆમ બેદરકારી વર્તાઈ રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. જોકે શુક્રવારે અચાનક નિંદ્રામાંથી જાગેલા પાલિકા તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વિહોણા ફરતા લોકોને રોકીને માસ્ક અંગે માર્ગદર્શન આપી બેદરકારી દાખવતા ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ૧૫ જેટલા લોકોને વ્યક્તિ દીઠ રૂ. ૨૦૦નો દંડ ફટકાર્યો હતો અને માસ્ક આપેલ. જેને પગલે શહેરમાં ફરજિયાત માસ્ક અંગેની અસર જોવા મળી હતી. આમ જો સ્થાનિક પોલીસ અને પાલિકા દ્વારા સજાગ બની વારે તહેવારે જરૂરિયાત મુજબ જાહેરનામાનો ભંગ કરતા અને માસ્ક અંગે બેદરકારી દાખવતા લોકો સામે અસરકારક પગલાં લેવામાં આવે તો શહેરમાં વધતા જતા સંક્રમણને અટકાવવા માટે તંત્રને ધારી સફળતા મળી શકે છે તેવો સ્થાનિક લોકોએ મત પ્રગટ કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here