સુરત GSNP+ સંસ્થાના નર્મદાના મહીલા કર્મીએ HIV પીડીતોને સમયસર દવા પહોંચાડવા એકલા હાથે બીડું ઝડપ્યું….

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

લોકડાઉનમાં જેવા કપરા સમયમાં નર્મદાના અંતરિયાળ ગામોના HIV પીડિતોને દવા પહોંચાડવા DAPCU ઇન્ચાર્જ મદદે ન આવ્યા..?!

સુરત GSNP+ સંસ્થાના નર્મદામાં કામ કરતા મહિલા ORW એ પોતાની એક્ટિવા ગાડી પર દવા પહોંચાડી

સરકાર HIV પીડિતો માટે મફત દવા સહિતની યોજના અમલમાં મૂકે છે પરંતુ સ્થાનિક તંત્ર લોકડાઉન સમયે મદદરૂપ ન થાય એ ગંભીર બાબત કહેવાય…!!

હાલ કોરોનના કારણે નર્મદા જિલ્લામાં લોકડાઉન ચાલુ હોય વાહન વ્યવહાર બંધ છે તેવામાં જિલ્લાના HIV પીડિતો માટે વડોદરા ART સેન્ટર દ્વારા નર્મદા સહિતના ઘણા જિલ્લાઓમાં દવા પહોંચાડવામાં આવી હતી પરંતુ નર્મદાના અંતરિયાળ ગામોમાં રહેતા અને જીવવા માટે જરૂરી તેવી દવા દર મહિને લેતા HIV પીડિતોને દવા પહોંચાડવા સ્થાનિક તંત્રની મદદ માટે સુરત GSNP+ સંસ્થાના પ્રમુખ દક્ષાબેન પટેલે નર્મદા જિલ્લા DAPCU ના ઇન્ચાર્જ સાથે ટેલિફોનિક વાત કરી તેમના નર્મદાના મહિલા ORW ને અંતરિયાળ ગામોમાં દવા પહોંચાડવા વાહન અને પાસની મદદ કરવા જણાવ્યું પરંતુ આ બાબતે કોઈજ મદદ ન મળતા આખરે મહિલા ORW પોતાની એક્ટિવા ગાડી પણ દવાના બોક્ષ લઈ અંતરિયાળ ગામોમાં જઈ ૮૦ થી વધુ HIV પીડિતોને દવા પહોંચાડવા મજબુર થયા હતા.ત્યારે સ્થાનિક તંત્ર લોકડાઉનમાં અત્યંત જરૂરી એવી દવા બાબતે પણ જો સહકાર ન આપે તો સરકારની યોજનાઓનો શુ મતલબ..?

નર્મદાના DAPCU ઇન્ચાર્જ એ કોઈ મદદ ન આપતા હું મારા ટુ વ્હીલર પર જવા મજબુર બની: ORW

આ બાબતે નર્મદા જિલ્લામાં ORW તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી એ જણાવ્યું કે અમારી સંસ્થા ના પ્રમુખે વાત કરી ત્યારે DAPCU ઇન્ચાર્જ એ હા કહી પરંતુ ત્યારબાદ મને અંતરિયાળ ગામોમાં જવા માટે પાસ ની પણ કોઈ મદદ ન કરી કે વાહન ની પણ વ્યવસ્થા ન કરી આપતા જરૂરી દવા માટે હું મારા ટુ વ્હીલર પર ગઈ હતી.જેમાં ત્રણ રાઉન્ડ માં ૮૦ થી વધુ પીડિતોને બે બે મહિનાની દવા પહોંચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here