કાલોલ નગરપાલિકાની લાપરવાહીના કારણે ગધેડી ફળીયાના નાળાં પાસે ખુલ્લી ગટરમાં વધુ એક ગાય ખાબકી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં ગધેડી ફળીયાના નાળાં પાસે આવેલી ખુલ્લી ગટરોમાં પાલિકાની લાપરવાહીના કારણે વધુ એક ગાય ગટરમાં ખાબકી.કાલોલ નગરપાલિકાનાં વિસ્તારમાં કેટલીક ગટરનાં ઢાંકણા તુટી ગયા છે. ગટરોના ટુટેલા ઢાંકણા ના કારણે સ્થાનિક નગરજનો સહિત મુંગા પશુઓ માટે પણ ખતરારૂપ નિવડે છે. ગુરુવાર ના રોજ પાલિકા વિસ્તારમાં આવેલા ગધેડીયા ફળીયામાં ટુટેલા ઢાંકણા થી ખુલ્લી પડેલી છે.ગટર પાસે નગરપાલિકાના ડસ્ટબિન ના હોવાને કારણે આસપાસના ધંધાદારીઓ તેમજ રહીશો કચરા નો ઢગલો કરતાં હોય છે. જે કાલોલ નગરપાલિકાની બેદરકારીનું કારણ દશૉવે છે. જેનાં કારણે નગરમાં રખડતા મુંગા પશુઓ કચરામાંથી ખોરાક મેળવતાં હોય છે. પરંતુ ખોરાકની શોધમાં નીકળી ગયેલ મુંગા પ્રાણીઓ ખુલ્લી ગટરોમાં લપસી પડતાં હોય છે. જે આજરોજ ગધેડીયા ફળીયાના નાળાં પાસે એક ગાય પોતાના ખોરાક માટે કચરોના ઢગલાં પાસે ફરતી હતી. તે સમયે પાસેની ખુલ્લી ગટરમાં ગાયનો પગ લપસી પડતાં ગાય ગટરમાં ખાબકી ગઈ હતી.જેના કારણે નજીકનાં જીવદયાપ્રેમી ઓ દ્વારા તાત્કાલીક ખાનગી જેસીબી મશીન મંગાવી તાબડતોબ બનાવ સ્થળે જે.સી.બી મશીન દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી હતી જેમાં ગાયને ગટરમાં પડેલી જોઈને તેને બહાર કાઢવામાં ક્યાં ક સહભાગી બનેલા કેટલાંક સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે છુપા રોષ સાથે નગરપાલિકાનાં વિસ્તારમાં કેટલીક ગટરનાં ટુટેલા ઢાંકણા ના કારણે રાહદારીઓ સહિત મુંગા પશુઓનાં જીવ માટે જોખમી સાબિત થાય તે પહેલાં ટુટેલા ગટરના ઢાંકણા ગટર ઉપર લોખંડની જાળી અથવા પત્થરનો સ્લેબ તાત્કાલિક બેસાડવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહીશોએ દ્વારા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ ખુલ્લી ગટરમાં એક ગાયનો પગ લપસી પડતાં ગાય ગટરમાં ખાબકી ગઈ હતી.જેના કારણે નજીકનાં જીવદયાપ્રેમી ઓ દ્વારા તાત્કાલીક નગર પાલિકા ખાતે જાણ કરવામાં આવી હતી.પાલીકાએ તેમની નૈતિક ફરજને સ્વીકારી તાબડતોબ બનાવ સ્થળે જે.સી.બી મોકલી આપી ગાયને બહાર કાઢી ગટર પાસે છોડી રવાનાં થઈ ગયાં હતાં. જ્યાં જે તે સમયે ગાયની દવા સારવારની કોઈ પણ જાતની તસ્દી લેવામાં આવી નહતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here