કાલોલ તાલુકા ની ભાખર ની મુવાડી ખાતે એક એનઆરઆઈ દ્વારા દાન કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

યુએસએ સ્થિત એક દાતા તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડી અને કેળવણીકાર રમેશ પટેલ દ્વારા છેલ્લા દસ વર્ષથી પ્રતિ વર્ષ ૧૦ લાખ જેવું દાન મેળવી તેમાંથી આર્થિક નબળા બાળકોને શૈક્ષણિક સહાય શાળા ના બાળકોને સ્વેટર સહાય કોરોના કાળમાં જરૂરિયાતમંદ બાળકોને પરિવારને માથે સામગ્રી વિધવા સહાય અને કેટલીક સંસ્થાઓને આર્થિક સહાય પહોંચાડવાનો પ્રશંસનીય કાર્ય આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે.આ કાર્યક્રમ યોજના દ્વારા આજે ભાખર ની મુવાડી ખાતે ૨૦ જેટલા ગ્રામજનો ૫૦ વિધવા બહેનો અને શાળા પરિવાર સાથે એક કાર્યક્રમ યોજાઈ ગયો પ્રતિ વર્ષે આ શાળાના બાળકોને સ્વેટર વિતરણ અને ગામની વિધવા બહેનોને સહાય અપાય છે આજે વિધવા બહેનોને સહાય અપાય છે આજે વિધવાઓને સાડી અને ચંપલનું દાન કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કિરણભાઈ જેઓ કાલોલ તાલુકાના કારોબારી અધ્યક્ષ પણ છે તેઓના હસ્તે રમેશભાઈએ વિતરણ કરાવ્યું હતું સાથે સાથે આ શાળાના બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ₹૨૫,૦૦૦/ નો ચેક પણ દાતા તરફથી આચાર્યને અર્પણ કરવામાં આવ્યો હતો શાળાની પ્રવૃત્તિઓ માટે એક પાકા શેડની જરૂરિયાત દાન પેટે અધ્યક્ષએ ૨૫,૦૦૦/ નું દાન આપી ગામે ગામના સંપન્ન વ્યક્તિઓને એ દાન આપી પોતાના જ બાળકોના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો
રમેશભાઈએ પોતાના વક્તવ્યમાં વિધવા બહેનોને પોતાનું જીવન કઈ રીતે જીવી લેવાય તે અંગેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું પરિવારો વ્યસનથી બરબાદ થઈ રહ્યા છે આપણા બાળકોનું ભવિષ્ય ઇચ્છતા હો તો વ્યસનો છોડો અને બાળકોને ઘરમાંથી સંસ્કારો આપો બાળક અનુકરણ કરે છે ઘરમાં દારૂ પીવાય પછી બાળકો પણ એજ માર્ગે ચાલશે તેવી શીખ આપી હતી.K

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here