કાલોલમા સ્ટેશન રોડ ઉપર તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવી લાખોની ચોરી ની આશંકા. પોલીસ ને પડકાર!

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નાં સ્ટેશન રોડ વિસ્તાર મા આવેલ શેમસંગ શો રૂમ અને કપડાની દુકાનમાં બુધવારે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો બન્ને દુકાનોના શટરો અને તાળા તોડી ચોરી થવા પામી છે મળતી માહિતી મુજબ સૂપેડા હોસ્પિટલ સામેના શોપિંગ સેન્ટર મા જી મેન્સ વેર નામની રેડીમેડ કાપડ અને પરફ્યુમ ની દુકાન મા લગ્ન ની સીઝન હોવાથી મંગાવેલ માલ નાં નવા આવેલ ચાર પાર્સલ અને જુદા જુદા પરફ્યુમની બોટલો, કપડા, અંડર ગારમેન્ટ અને વેપારીને આપવા માટે રાખેલા રોકડા રૂપિયા ૮૯,૦૦૦/ એમ કુલ મળીને અંદાજીત સવા ચાર લાખ રૂપિયા ની ચોરી થઈ હોવાનુ દુકાન માલીકે જણાવ્યુ છે બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ સેમસંગ નાં શો રૂમ ની દુકાન પણ તસ્કરોના નિશાના પર આવી હતી જેમાંથી ત્રણ એલ સી ડી અને એક હોમ થિયેટર સહિત રોકડ રકમ ની ચોરી થઈ હોવાનુ જાણવા મળેલ છે કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી હાલ આ બન્ને દુકાનો ની ચોરી બાબતે કોઈ ફરીયાદ નોધાઈ નથી.ત્યારે કાલોલ જીઆઈડીસી તરફથી થોડા વર્ષો અગાઉ સમગ્ર કાલોલ નગરમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા અને તે સમયે આ સીસીટીવી કેમેરાથી પોલીસે ઘણા બધા ગુના ઉકેલ્યા હતા પરંતુ જાળવણી અને મરામત ને અભાવે આ તમામ કેમેરા બંધ હાલતમાં છે.પરીણામે નિશાચરો ને મોકળું મેદાન મળી ગયું છે તાજેતરમાં કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરિયાણાની બે દુકાનો નાં તાળા તૂટયા હતા અને આ અગાઉ બસ સ્ટેન્ડ સામે મોબાઈલ ની દુકાને પણ ચોરી થઈ હતી તેના ગુનેગારો નું પગેરૂ હજુ સુધી મળી શક્યુ નથી ત્યારે ઉનાળા દરમિયાન જ સ્ટેશન રોડ ની બે દુકાનોના તાળા તૂટતા વેપારી સહિત સ્થાનીક રહીશો માં ગભરાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here