કાલોલ તાલુકા કક્ષાની મીલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આઇ.સી.ડી.એસ મહિલા અને બાલ વિકાસ કાલોલ દ્વારા ”શ્રી અન્ન મીલેટ્સ” વાનગી હરીફાઈ તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં ઘટક કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભવો તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ રાઠોડ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.મિનેશ દોશી તથા કાલોલ ઘટક-૧ ના ઇન્ચાર્જ સીડીપીઓ જ્યોતિ પી. વાઘાણી તથા કાલોલ ઘટક-૨ ના ઇન્ચાર્જ સીડીપીઓ પાર્વતીબેન એમ.વણકર ની ઉપસ્થિતમાં પ્રોગ્રામ કરવામાં આવ્યું જેમાં કાલોલ ઘટક લેવલના આંગણવાડી કાર્યકરો દ્વારા વાનગીઓ બનાવવામાં આવી હતી અને વાનગી હરીફાઈમાં જે વાનગી સારી બનેલ તેને પ્રથમ ક્રમાંક આપી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાની વાનગી હરીફાઈમાં ૧ થી ૩ ક્રમાંક મેળવેલ બહેનો એવા ઘટક-૧ ના ૧૨ તથા ઘટક-૨ ના ૧૭ બહેનો એ ઘટક કક્ષાની વાનગી હરીફાઈ માં ભાગ લીધો.જેમાં વર્કર બહેનો દ્વારા મીલેટ્સ માંથી બનતી અલગ અલગ વાનગીઓ બનાવી લાવ્યા હતા. જેમાં ઘટક-૧ માં પ્રથમ ક્રમે કાછિયા કલ્પનાબેન, દ્વિતીય ક્રમે પરમાર મીનાબેન,તૃતીય ક્રમે પરમાર ભાવનાબેન અને ઘટક-૨ માં પ્રથમ ક્રમે પરમાર મનિષાબેન, દ્વિતીય ક્રમે રાણા નર્મદાબેન, તૃતીય ક્રમે પરમાર દક્ષાબેન આમ ઘટક-૧ અને ઘટક-૨ ના વિજેતા બહેનોને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારી ઓ દ્વારા જાડા ધાન્ય અને મીલેટ્સ ના મહત્વ અને પોષકતત્ત્વો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here