કાલોલ તાલુકાના વેજલપુમાં આવેલ મોટા તળાવ કાંલત્રા તરફ રસ્તા પાસે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત કરાતા નાળાના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ કામ બન્ધ કરાવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મળતી વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત નાળાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તે નાળાના પાણીના ભૂંગળા(પાઇપો) ક્રોસ નાંખવાના બદલે સીધી નાખવામાં આવી હતી ત્યારે આ તળાવમાં પાણીના સંગ્રહ માટેનો એકજ સ્તોત્ર છે કાંસ મારફતે આ પાણી તળાવમાં આવતું હોય છે ત્યારે આ નાળાના કામમાં વેઠ ઉતારતા હોઇ અને જે રીતના નાળાનું કામ કરવાનું હોય તે મુજબ કામ સ્થળ ઉપર ન થતા અને પાઇપો નીચે જે સિમેન્ટ કોક્રેટ કરવાનું હોય તે પણ કરેલ ન હોવાનું દેખાતા તેમજ પાઇપોના સાંધા પણ ભરેલ નહતા અને નાળાની સાઇડમાં ભરેલ બીમ પણ પોલ્મપોલ જોવા મળ્યો હતો. અને કપચી પણ બહાર સ્પષ્ટ દેખાય રહી હતી અને નાળાનું કામ કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં મજૂરો દ્વારા થઈ રહ્યું હતું ત્યારે એક જાગૃત નાગરિકદ્વારા કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત ચિત કરી હતી અને નાળા કામ અંગે પૂછતા અને તમો સ્થળ ઉપર હાજર કેમ રેહેતા નથી તેવું પૂછતા તેમને જણાવ્યું હતું કે મારે અન્ય બીજા પણ કામો ચાલુ હોય તો અમો સ્થળ ઉપર હાજર નથી રહી શકતા પણ હું મારા કામ કરનારા મજૂરોને બધું બતાવીને જઉશું તેવો ઉડાવ જવાબ આપીને પોતાનો લુલો બચાવ કર્યો હતો ત્યારે આ નાળાના કામમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારની ગ્રામજનોને ગંધ આવતા હાલ પૂરતું કામ બન્ધ કરાવીને વેજલપુર ગ્રામના જાગૃત નાગરિકો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે સ્થળ ઉપર ચાલતા નાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હાજર નહિ રહીને ગુલ્લી મારતા આ કોન્ટ્રાક્ટર ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે હવે જોવું રહ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here