કાલોલ તાલુકાના પીગળી ગામે શહીદ વીર કિર્તનસિંહ સોલંકીનું શિલાલેખનું અનાવરણ કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના પીગળી ગામે શહીદ વીર કીર્તનસિંહ એક માત્ર સમગ્ર કાલોલ પંથક માં પ્રથમ શહીદી વહોરનાર યુવાન આપણી વચ્ચે નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આઝાદી અમૃત મહોત્સવ મારી માટી મારો દેશ એ માટે શહીદો ને યાદ કરી તેઓના વતન પ્રેમ અને પરિવારના સભ્યો ને સાથે રાખી ધ્વજ વંદન કરી સલામી આપવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકાના ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવ સિંહ, પોલીસ સ્ટેશન નો સ્ટાફ, તાલુકા પંચાયત ના કર્મચારીઓ, ગામના સરપંચ વિજયભાઈ, જીલ્લા પાણી પુરવઠા સિંચાઇ ચેરમેન પ્રવિણસિંહ, તાલુકા શિક્ષણાધિકારી , કવિ વિજય વણકર પ્રીત તથા ગ્રામજનો વાલીઓ વડીલો,પ્રાથમિક શાળઓમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સાથે પીગળી હાઇસ્કુલ ના વિધાર્થીઓ અને નીલકંઠ કૉલેજ દેલોલ ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા ગ્રામ પંચાયત તલાટી મંત્રી નરેન્દ્રભાઇ સોલંકી ઊપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માટે દીવા પ્રગટાવીને શહિદો ને સલામ કરી હતી સાથે જ બાલ વાટિકા માટે વૃક્ષા રોપણ કરવામા આવ્યું હતું શહીદ ના પરિવારના સભ્યો નું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું અને કાર્યક્ર્મ નું સંચાલન અરવિંદ સેલોતે કર્યું હતું અને અંત માં આભાર વિધિ સરપંચ દ્વારા કરવામાં આવી કાર્યક્ર્મ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here