છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આર્મ એક્ટ તેમજ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ…..જે અન્વયે વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ ઉપર એક ઇસમ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ હોવાની હકિકત અનુસંધાને વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે બાતમી હકિકતવાડી જગ્યાએ જઇ એક ઇસમને ઝડપી પાડી તેની અંગ ઝડતી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવેલ જેથી સદરી ઇસમ પાસેથી લાયસન્સ પરવાના અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here