પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કાલોલ ભાજપા સંગઠને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કાલોલ,(પંચમહલ)
મુસ્તુફા મિરઝા

આજ રોજ નગરપાલિકા ના કોમ્યુનિટી હોલમાં આઈ ટી આઈ નજીક તા ૦૬/૧૧/૨૦૨૦ નેશુક્રવાર ના રોજ બપોરે ૨:૦૦ કલાકે સ્વ.કેશુભાઈ પટેલ( પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય) ને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ કેશુભાઈ ની તસવીર ને પુષ્પાંજલિ આપી હતી. જેમાં કાલોલ નગર અને કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના ઉચ્ચ હોદેદારો જીલ્લા પંચાયત પ્રમુખ રાજપાલ જાદવ, તાલુકા પ્રમુખ ગીરવતસિંહ , કાલોલ નગરપાલિકા પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય ઉપપ્રમુખ સચિન કાછીયા કોર્પોરેટર અંજના મહેતા અને સંગઠન ના શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, હર્ષ કાછિયા, પ્રતિક શાહ તથા સંજય રાઠોડ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here