કાલોલમાં રવિવારે મફત સારવાર મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન..

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ શહેર માં તારીખ -૦૪/૦૯/૨૦૨૨ ને રવિવાર રોજ એન.એમ.જી. ટ્રસ્ટ હોસ્પિટલ,લાલ દરવાજા પાસે કાલોલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ મફત સારવાર મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.જેમાં વડોદરા ના તમામ રોગો ના સુપર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરી ને ઈ.સી.જી,એક્સ રે ની તપાસ કરીને અને મફત સારવાર આપશે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન ડૉક્ટર એશોસીએશન પંચમહાલ, એન.એમ.જી.ટ્રસ્ટ હોસ્પિટલ કાલોલ,રેડક્રોસ સોસાયટી કાલોલ, અને પ.પૂ.ગોસ્વામી શ્રી મથુરેશ્ચરજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા અને મેડિકલ સેલ ના સહયોગથી કરવામાં આવેલ છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાડૅ પણ કેમ્પ દરમિયાન કાઢી આપવામાં આવશે.જેના માટે જે તે દર્દીઓને જરૂરી ઓળખપત્ર ના પુરાવા સાથે લાવવાના રહેશે.
આ કેમ્પ માં વિવિધ સુપરસ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ હાજર રહી સેવા આપનાર છે. કેમ્પ માં બીપી, ડાયાબીટીસ, નિદાન મફત કરી આપવામા આવશે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આવકનો દાખલો,આધાર કાર્ડ, રેશનકાર્ડ, વગેરે લઈ ને આવશે તેમનુ કાર્ડ તાત્કાલિક કાઢી આપવામાં આવશે.
આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ ને હ્રદય રોગ, કેન્સર રોગ, કીડની,પથરી ની સર્જરી,ઘુંટણ તથા થાપા ની બદલવાની સારવાર વડોદરા ની સન સાઈન ગ્લોબલ હોસ્પિટલ ના સુપર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here