કાલોલ નાંદરખાગ્રામ પંચાયતનાં રીછીંયામાં ભારે વાવાઝોડું ફૂંકાતા કેટલાંક મકાનોના પતરાં ઉડ્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં શિયાળાની ઋતુ થયા બાદ ઉનાળો જામ્યો ન જામ્યો ત્યાં તો ચોમાસાની ઋતુએ જમાવટ કરી દીધી હોય તેમ સતત ચોતરફી હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ યથાવત રહેતા ખેડ ખાતર અને બિયારણ લાવવાના સમયે જ સતત વરસાદી માહોલ થી જગતના તાત ફરી વખત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે કાલોલ પંથકમાં ભારે વાવાઝોડા સાથે વરસાદના ખેતરમાં ઉભા પાકને નુક્સાન કરી દેતા ખેડૂતોને હાલત દયનીય બની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના અમુક તાલુકામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે ભારે પવન ફૂંકાતા લોકોમાં ફફડાટ નો માહોલ સર્જાયો છે. આ દરમિયાન આજરોજ કાલોલ તાલુકાના નાંદરખા ખાતે ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડું ફૂંકાતા મકાનો પરના પતરા હવામાં ઉડયા હતા.જેને લઇને લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here