કાલોલમાં આજે સરકારી કચેરીઓ દ્વારા ૧૫ ઓગસ્ટના રોજ ૭૫ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ત્રિરંગો લહેરાવી  આન બાન શાન સાથે કરવામાં આવી..

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજે ભારત ૭૫મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે.આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી.  ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.  ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જતિ અને પંથાઅ લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે  આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભલી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી હતી તેમજ આજે કાલોલમાં ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ તરીકે ધ્વજ લહેરાવ્યો હતો અને આન બાન શાન સાથે ઉજવણી કરી હતી.

કાલોલ નગરમાં ૭૫ સ્વાતંત્ર દિવસની વિવિધ તાલુકાની કચેરીઓ,પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તેમજ તાલુકા પંચાયત ખાતે ઢોલ-ત્રાંસા સાથે તિરંગો લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી.
કાલોલ  પોલીસ સ્ટેશનમા કાલોલ પી એસ આઈ   માલવયા  સાહેબ ના  વરદ હસ્તે  ધ્વજવંદન  કરવામાં  આવ્યું  હતું  તેમજ  કાલોલ  મામલતદાર કચેરી ખાતે પી એમ જાદવસાહેબ  વરદ  હસ્તે ધ્વજવંદન  કરવામાં  આવ્યું  અને  વૃક્ષારોપણ  પણ  કરવામાં આવ્યું અને કોરાના કાળમાં સારી કામગરી  કરનાર ફ્રન્ટલાઈન  કોરાના  વોરિયર્સ ને  પ્રમાણપત્ર આપી સમ્માનિત  કરવામાં આવ્યા હતા.કાલોલ  તાલુકા  પંચાયત  ખાતે  કાલોલ તાલુકા  પ્રમુખ જયદેવસિંહ  ઠાકોરના વરદ  હસ્તે  ધ્વજવંદન  કરવામાં  આવ્યું  હતું દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે આપણા દેશને 1947 માં આ દિવસે બ્રિટીશ શાસનમાંથી મુક્ત કરાયો હતો. આ વિશેષ પ્રસંગે દરેક મોટી કચેરીયોમાં સંસ્થાઓમાં ભાષણો કરવામાં આવે છે તેમ જોતા ભારત માતાકી જય ઘોષ સાથે પ્રમુખ જયદેવસિંહ એ ભાસણ કરી જણાવ્યું  કે  દેશ ની આઝાદી મા  બલિદાન આપનાર  સુખદેવ  ભગતસિંહ  સાવકર  મહાત્માગાંધી  મહાન  પરુષો ને  યાદ  કરી જણાવ્યું હતું આ નવું ભારત છે પાકિસ્તાન પર પહાર કરતા  જણાવ્યું  હતું  કે  ભારત સામે  આંખ ઉંચી  કરવાની  હિંમત  ના કરે  નહીંતર ઘરમાં ઘૂસીને  જવાબ  આપવામાં  આવશે.દેશની રક્ષા માટે પોતાના જીવના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું દેશમાં રહેલા દરેક નાગરિકોએ સમ્માન કરવું જોઈએ. દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ના ભૂલી શકીએ.તેમજ રીતે ભાષણ કરી તાલુકા પ્રમુખ જયદેવસિંહ એ શબ્દોને વિરામ આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here