કાલોલનાં ભુપેન્દ્રસિંહ સોલંકી ઇન્ડિયન આર્મીમાં સતત ૨૦ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થઈ ઘરે પરત આવતા ગામલોકોએ સ્વાગત કર્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઇન્ડિયન આર્મીમાં સતત ૨૦ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલ કાલોલનાં ભુપેન્દ્રસિંહ સોલંકી કાલોલ ખાતે પરત આવતા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ કાલોલ બસ સ્ટેન્ડ થી ડીજે સહિત જીપ માં તેઓની સવારી કાઢવામાં આવી કાલોલ નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ડો યોગેશ પંડયા, રાજપાલસિહ જાદવ અને કાલોલ નાં અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા નિવૃત્ત સૈનિક નુ સ્વાગત કરી તેઓને અભીનંદન આપ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત સૈનિક નાં કુટુંબીજનો નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here