કાચા મકાનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો,આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખની સહાય મળતા પાકું મકાન બનાવ્યું-લાભાર્થી સતિષકુમાર રાવલ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

અન્ન અને વસ્ત્રની પ્રાથમિક જરૂરિયાત પૂરી થયા બાદ દરેક વ્યક્તિનું સપનું એક ઘર મેળવવાનું હોય છે. દેશના દરેક નાગરિકને પાયાની સુવિધાઓ ધરાવતા પાકા મકાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશિર્વાદ સમાન બની રહી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામના લાભાર્થી સતિષકુમાર ગણપતરામ રાવલને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો અને તેમને રહેવા માટે પાકી છત મળી.તેઓ જણાવી રહ્યા છે કે,પહેલા તેમના કાચા મકાનમાં તેમણે અને તેમના પરિવારે અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખ રૂપિયાનો લાભ મળતા તેમણે સુવિધાઓ વાળું પાકું ઘર બનાવ્યું છે.તેઓ સરકારશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here