કવાંટની ગોજારિયા શિક્ષણ સંકુલમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ ઓચિંતી મુલાકાત લેતા ત્યાંની વાસ્તવિકતા સામે આવતા ધારાસભ્ય ધરણા પર બેઠા

કવાંટ, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

કવાંટ તાલુકાની ગોજારિયા શિક્ષણ સંકુલમા ધારાસભ્યએ અચાનક મુલાકાત લેતા ત્યાંની તમામ વાસ્તવિકતા સામે આવતા પ્રિન્સિપાલ સંચાલકો અને અધિકારીઓનો ઉધડો લીધો હતો જેમા વિદ્યાર્થીઓને મોટા મા મોટી સમસ્યા પાણીની છે જેમા અભ્યાસ કરતી બાળાઓ નીચેથી ત્રીજા માળે પાણી લઈ જવા મજબૂર હતી અને ગંદકી પણ અઢળક જોતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ અધિકારીઓને ઠપકો પણ આપવો પડ્યો જે શિક્ષણ સંકુલમા લગભગ બે હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે
આજરોજ ૧૩૮જેતપુર પાવી વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ અચાનક વિઝીટ લેતા અસહ્ય ગંદકી જોવા મળી હતી અને ત્યાં જમવા બાબતે પણ ઠપકો આપ્યો હતો જેમા જમવાનુ કાચુ હોવાનુ બહાર આવતા ત્યાંના પ્રિન્સિપાલ તથા શાળાના સંચાલકોનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ કે શાળામા જ્યા સુધી યોગ્ય સફાઇ નહી થાય અને પાણીના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ નહી આવે ત્યાં સુધી અનસન પર બેઠાછે અને જણાવ્યુ કે આ તમામ પ્રશ્નોનો હલ નહી આવે ત્યાં સુધી બાળકો શુ આવી પરિસ્થિતિમા રહેશે?ધારાસભ્યએ જણાવ્યુ કે અમારી ભાજપા ની સરકાર આદિવાસી બાળકો પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપેછે કેમ કે આદિવાસી બાળકોને સારો અભ્યાસ સારી સુવિધા મળી રહે અને બાળક સારી રીતે ભણે તેના માટે આપેછે પરંતુ તમો અને કોન્ટ્રાક્ટરની મિલિભગત ના લીધે આદિવાસી બાળકોનુ શોષણ થઈ રહ્યુ છે અને જો શાળામા સ્વચ્છતા નહી થાય તો ધારાસભ્ય જાતે સ્વચ્છતાના પગલા લેશે અને જ્યા ચાવલ બનાવીને મુક્યા હતા ત્યાં સ્વીપર દ્રારા સફાઈ કરતા તેના ગંદા છાંટા બનેલા ચાવલ મા પડ્યા છે તે મે પ્રત્યક્ષ જોયુ છે ણે જ્યા રસોડુ બનાવવામા આવેછે ત્યાં પણ મે ગંદકી જેઈ છે અને રસોડાના પાછળના ભાગે પણ ગંદકી જોવા મળી છે અને અમારી સરકાર આદિવાસી સારૂ ભણે એમનુ ભવિષ્ય સુધરે અને આદિવાસી બાળક સરકારની સંપુર્ણ સુવિધાથી શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરેછે અને કર્યા છે પરંતુ આ સુવિધાઓ બાળકો સુધી પોહચતિ નથી વધુમા ધારાસભ્યએ જણાવ્યુ કે શાળાના આચાર્ય સાથે ખર્ચા ના રજીસ્ટર જોતા જેતે એજન્સીઓ સાથે મળીને કામ કરવામા આવે અને એજન્સીઓ જે લાભ આપેછે એના ખર્ચના બીલો જોતા ખૂબ મોટા પ્રમાણમા બીલો બનાવવામા આવેછે તેમ ધારાસભ્ય જયંતીભાઈ રાથવાએ જણાવ્યુ હતુ.
જ્યારે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્રારા ભોજન પાણી સ્વચ્છતા તથા અન્ય પ્રશ્નો વિશે આચાર્યો ને પૂછતા એકપણ આચાર્ય સંતોષ કારક જવાબ આપી શક્યા નથી આવા પ્રિન્સિપાલ ને આખી શાળા સોંપતા તેઓ માત્ર પૈસાની લેવડ દેવડ પર જ ધ્યાન આપેછે તેમના હોવા છતા પણ જો વિદ્યાર્થી ભાઈ બહેનો ને તકલીફ વેઠવી પડતી હોય તો તેઓનો પદ શુ કામનો? તેવી ચર્ચાઓ સંભાળવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here