કચ્છ જિલ્લાના ગઢવી ચારણ સમાજના બે નવયુવાનોના મોતને લઇને શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહેતા ગઢવી ચારણ સમાજના બે નવયુવાનો ને પોલીસે અમાનુષી અત્યાચાર ગુજારતા બંને નવયુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા જેના વિરોધમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજ ( પંચમહાલ ) શહેરા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાલુકાના ૧૦ ગામોમાંથી મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો ઉમટી પડયા હતા અને પોલીસની આ પ્રકારની કામગીરી માટે વિરોધ નોંધાવ્યો હતો.

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહેતા બે યુવાનો પર ત્યાંની પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને પરિણામ સ્વરૂપ તેઓને દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં બંને યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું અને બંને પરિવારો દ્વારા પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેઓના મારના કારણે બંને નું મોત નીપજ્યું છે.ઘટનાની જાણ સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ચારણ ગઢવી સમાજમાં ફેલાતા પોલીસ પ્રત્યે ભારોભાર ગુસ્સો અને ધિક્કાર ફેલાયો હતો.જે અંતર્ગત બુધવારના રોજ આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજ ( પંચમહાલ ) શહેરા દ્વારા અખિલ ભારતીય ચારણ ગઢવી સમાજના પંચમહાલ જિલ્લાના પ્રમુખ ડૉ ભરતદાન ગઢવી,અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા પ્રદેશ ઉપાધ્યક્ષ લાલાભાઈ ગઢવી તેમજ શહેરા તાલુકા ચારણ ગઢવી સમાજના પ્રમુખ કમલેશભાઈ ગઢવીની અગુવાઈમાં ૧૦ ગામના ચારણ ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી પોલીસ દ્વારા ગુજારાયેલા અમાનુષી અત્યાચારમાં પોતાના પ્રાણ ગુમાવનાર બંને યુવાનોને ન્યાય મળી રહે અને જલ્દી થી જલ્દી જવાબદાર પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કર્મીઓ કે જેઓની ઘટનામાં સંડોવણી છે તેમની ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તે માટેનું આવેદનપત્ર શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આપવામાં આવ્યું હતું જેમાં મામલતદાર મેહુલ ભરવાડે તેઓની લાગણી અને માંગણી ને ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here