એલસીબી પોલીસે બે દુકાનદાર અને બે ગોડાઉન મેનેજરની અટકાયત કરી અલગ અલગ જેલમા મોકલી આપ્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સમ્પર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચારેવ ઇસમોની અટકાયત કરી હતી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here