એક લાખ જેવી મોટી રકમની ટ્યુશન ફી માફ કરતા માંગરોળના જ્યુપિટર ટ્યૂશન ક્લાસીસના સંચાલક જેઠવા નીઝામસાહેબ…

માંગરોળ,
વસીમખાન બેલીમ

છેલ્લા 5 વર્ષથી કાર્યરત જયુપીટર ટ્યુશન કલાસીસના સંચાલક જેઠવા નિઝામસાહેબનાં ઉમદા અને સરહનીય કાર્યના જેટલા વખાણ થાય એટલા ઓછા છે. હાલ સમગ્ર દેશ વિદેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને દરેક માનવ જીવમાં મનાવભક્ષી એવા કોરોનાની દહેશત ભરાઈ ગઈ છે તેનેં ધ્યાને લઈ નિઝામસાહેએ પોતાના કલાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંના જેમની બાકી રહેતી તમામે-તમામ ફી માફ કરી દીધી છે.. હવે કોઈ પણ વિદ્યાર્થીને ગયા વર્ષની ફી ચુકવવાની રહેશે નહીં… એટલે કે નિઝામસાહેબ દ્વારા પોતાના કલાસીસમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની ટોટલ 1 લાખ જેવી રકમની ફી માફ કરવામાં આવી છે , ઉલ્લેખનીય છે કે જેઠવા નિઝામ પ્રાઇવેટ ટ્યૂશન કલાસીસ ચલાવે છે અને તે પણ મધ્યમ વર્ગમાંથી આવતા હોવા છતાં તેઓએ પોતાના ઘરખર્ચની ચિંતા કર્યા વગર ખરા અર્થમાં શિક્ષક શબ્દને શણગાર્યો છે અને એક શિક્ષક જ વિદ્યાર્થીનું સાચા અર્થે સિંચન કરી શકે છે એ વાક્યને ખરાઅર્થમાં સાર્થક કરી આ વિદ્યાર્થીઓની ફી માફ કરીને નિઝામસાહેબે એક ઉમદા કાર્ય પુરવાર કર્યો છે ધન્ય છે આવા શિક્ષકોને ઘણા લોકોએ આ યુવા શિક્ષક નિઝામભાઇ પાસેથી શીખ લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here