અમીરગઢમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા અગ્રવાલવાસને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો

અમીરગઢ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લામાં દાંતા પ્રાંત હેઠળના અમીરગઢમાં આવેલ અગ્રવાલવાસ (મોહિની ભવન સામે) માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાંતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી દ્વારા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ એરીયામાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજવસ્તુઓ/ સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આ જાહેરનામું તા.૩૦/૧૨/૨૦૨૧ થી તા.૨૬/૦૧/૨૦૨૨ સુધી દિન-૨૮ સુધી અથવા ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોવિડ પોઝીટીવ દર્દીઓ છેલ્લા પૈકી છેલ્લા દર્દીને ડિસ્ચાર્જ આપ્યાર તારીખથી ૧૪ દિવસ સુધી અમલમાં રહેશે. અન્ય કોઇ જાહેરનામાથી મુદ્દત વધારો કરવામાં ન આવે તો આ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થતાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી આપોઆપ મુક્ત થયેલ ગણાશે. અન્ય કોઇ કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત અંગેનું જાહેરનામું બહાર પાડવાનું રહેશે નહી. તેમ અમીરગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી. ટી. પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here