નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે ૫૬ ઉમેદવારી
નોંધાઇ : આજદિન સુધી કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

જીલ્લા પંચાયત ની વડીયા બેઠક ઉપર કોગ્રેસ ના પ્રદેશ મહામંત્રી ના પિતા જયંતી ભાઈ વસાવા પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ના શાળા કિરણ વસાવા વચ્ચે સીધો જ ચુંટણી નો જંગ

જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ : આજદિન સુધી કુલ-૪૫૦ ઉમેદવારી નોંધાઇ

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે છઠ્ઠા દિવસે તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને શનિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી નોંધાયેલી ૬૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાવા પામી છે.

તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ઠ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં ઉક્ત તાલુકા પંચાયતોની બેઠકો માટે નોંધાયેલી ૨૩૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૪૫૦ ઉમેદવારી નોંધાવા પામી છે.

તે જ રીતે, રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે આજે કુલ-૪૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં નગરપાલિકાની બેઠકો માટે નોંધાયેલી કુલ-૯૮ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૧૪૪ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

નર્મદા જીલ્લા પંચાયતની વડીયા બેઠક ભાજપા અને કોગ્રેસ ના બે માંધાતા ગણાતા આગેવાનો વચ્ચે નો જંગ બનસે આ બેઠક ઉપર કોગ્રેસ ના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા ના પિતા જયંતીભાઈ વસાવા અને ભાજપના પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ના શાળા કિરણ વસાવા વચ્ચે સીધો જ ચુંટણી નો જંગ હોય આ બેઠક ઉપર ચુંટણી ભારે રસાકસીભરી બનસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here