છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આજરોજ ચૂંટણી યોજાઈ… જેમાં છોટાઉદેપુર તાલુકા ઘટક સંઘમાં મસાલ પેનલનો ભવ્ય વિજય થયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકમાં છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અને જે અંગેની ચૂંટણી પ્રક્રિયા તાલુકા ઘટક સંઘની છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકમાં સાંજે પાંચ કલાક પછી યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર તાલુકા ઘટક સંઘ માં મસાલ પેનલ ભારી મતો થી વિજેતા તરીકે જાહેર થઈ હતી.
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજરોજ સવારના 11:30 થી શરૂ થતા શિક્ષકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહેલા ક્ષણથી જ લાંબી કતારોમાં લાગી ગયા હતા. વાતાવરણમાં એકદમ ઉકળાટ હોવા છતાં શિક્ષકો પરસેવે નાહી રહ્યા હતા છતાં પણ પોતાના પ્રતિનિધિને ચુંટી કાઢવા માટેનો જે સંકલ્પ છે તેને પૂરો કરવા માટે કતારોમાં રહી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી અને મત આપ્યો હતો.
જે અંગેની છોટાઉદેપુર તાલુકા શિક્ષક ઘટક સંઘની થયેલ ચૂંટણી અંગેની મતગણતરી સાંજના પાંચ કલાક બાદ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકમાં યોજાતા જે અંગેનું પરિણામ મળી આવતા છોટાઉદેપુર તાલુકા ઘટક સંઘ માં મસાલ પેનલ વિજેતા તરીકે જાહેર થઈ હતી.
વિજય થયેલા ઉમેદવારોમાં તથા તેઓના સમર્થકો પોતાની પેનલના ઉમેદવારો વિજેતા બનતા આનંદમાં ડીજે ના તાલ સાથે ઝુમી ઉઠ્યા હતા. અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here